ગુજરાતમાં એક કહેવત પ્રચલિત છે: “જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે.” આ કહેવતનો સાર ઠીક એવો જ ગુજરાતના કૌંભાડિયાઓએ સાબિત કર્યો છે. ભોળા લોકોને લલચામણી સ્કીમો અને ઝડપથી પૈસા કમાવાની મીઠી લાલચ આપીને, કરોડો રૂપિયા ખંખેરી લેવાના કિસ્સાઓ રાજ્યમાં વારંવાર બનતા રહે છે. આવા અનેક કૌભાંડના બનાવો પ્રકાશમાં આવ્યા છે, જેમાં સંડોવાયેલા કેટલાક નફાખોરોએ જેલની હવા ખાધી, તો કેટલાક હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
🔹 ઝહીર રાણાનું કૌંભાડ

મૂળ સુરતના ઝહીર રાણાએ, અમદાવાદ અને સુરતના લોકોને આકર્ષક રોકાણ યોજનાઓની લાલચ આપીને કરોડો રૂપિયા વસૂલી લીધા હતા. તે સમયે ગુજરાત સહિત કેન્દ્રીય તપાસ એજન્સીઓએ ઝહીર રાણાના કૌભાંડની ઊંડી તપાસ હાથ ધરી હતી. ભોળા લોકોને છેતરનારા ઝહીર રાણાને બાદમાં પોલીસે પકડી જેલમાં ધકેલ્યો.
🔹 અશોક જાડેજાનું ‘એક કા તીન’ કૌભાંડ
અશોક જાડેજા, જે ‘માડી’ તરીકે ઓળખાય છે, તેણે તો ધર્મ અને શ્રદ્ધા પર આધારિત છેતરપિંડી કરી હતી. તેણે “એક કા તીન” નામની લાલચ આપી, જેના દ્વારા અનેક ભોળા લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા. ધર્મપ્રેમી અને આસ્થાળુઓને નાણાકીય ફાયદાની વાત કરી છેતરવામાં આવ્યા હતા. અંતે, આ કૌંભાડ સામે આવ્યા પછી, અશોક જાડેજાને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યો.
🔹 વિનય શાહ – નફા માટે બળી ગયેલા રોકાણકારો
અમદાવાદના વિનય શાહે પણ અનેક ફાઇનલ્સ સ્કીમો દ્વારા નફાની લાલચ આપી અમદાવાદીઓને છેતર્યા હતા. ટૂંકા ગાળામાં નફો કમાવા ઇચ્છતા રોકાણકારો જ્યારે છેતરાયા હોવાની સમજણમાં આવ્યા, ત્યારે પોલીસ ફરિયાદ નોંધાવી. જો કે, વિનય શાહ ગુજરાત તો શું, ભારત પણ છોડીને નેપાળ ભાગી ગયો. આઠમો ચઢી ગયા બાદ, નેપાળ પોલીસે તેની ધરપકડ કરી અને કાયદાની પકડમાં લાવ્યા.
🔹 ભૂપેન્દ્ર ઝાલા (BZ) – હજી પોલીસ પકડથી દૂર
અરવલ્લીના ભૂપેન્દ્ર ઝાલા, જે BZ (બી.ઝેડ.) તરીકે ઓળખાય છે, તેણે પણ રોકાણ સ્કીમોમાં મોટી લાલચ આપીને અનેક લોકોને છેતર્યા છે. હાલ સુધી, તે પોલીસ પકડથી દૂર છે, પરંતુ જ્યાં સુધી તેને પકડવામાં નહીં આવે, ત્યાં સુધી કેટલા કરોડ રૂપિયાની છેતરપિંડી તેણે કરી છે, તે સચોટ રીતે બહાર નહીં આવે.
🚨 સાવધાન! નાણાકીય છેતરપિંડીથી બચો
ગુજરાતમાં આવા છેતરપિંડી કૌભાંડથી લોકોને બચાવવા ગુજરાત પોલીસ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વારંવાર જાગૃતિ અભિયાન ચલાવે છે. જાહેર માધ્યમો દ્વારા લોકો સુધી સચેતનતા પોહચાડવામાં આવે છે. છતાં પણ, વધુ નફાની લાલચમાં, અનેક લોકો તેમનું મહેનતનું કમાયેલું રોકાણ ગુમાવી બેઠા છે.
✅ આવા કૌંભાડથી બચવા માટે ધ્યાનમાં રાખવા યોગ્ય બાબતો:
✔️ ઝડપથી દૂગણા-ત્રીગણા નફાની લાલચથી બચો
✔️ રોકાણ કરતા પહેલા કંપનીની સંપૂર્ણ વિગતો તપાસો
✔️ આધિકૃત અને લાયસન્સ ધરાવતી કંપનીઓમાં જ રોકાણ કરો
✔️ શંકાસ્પદ સ્કીમ અંગે તાત્કાલિક પોલીસ અથવા તપાસ એજન્સીને જાણ કરો
કોઈપણ સ્કીમમાં રોકાણ કરતા પહેલા ચોક્કસ સાવચેતી રાખવી જરૂરી છે, નહીં તો લોભનો નફો નહીં, નુકસાન જ થશે! 🚔