BZ ગ્રુપના કરોડો રૂપિયાના કૌંભાડમાં CID ક્રાઇમે તપાસની ગતિ વધારી છે. આ કૌભાંડમાં અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટોનો સમાવેશ થાય છે. CIDના અધિકારીઓએ 175 કરોડના શંકાસ્પદ લેવડ-દેવડના પુરાવા હાથ ધર્યા છે, જેનાથી કૌભાંડના વિસ્તરણ અંગે મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે.
📌 આ સુધીની તપાસમાં શું જાણવા મળ્યું?
🔹 7 આરોપીઓની ધરપકડ – મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટો પણ સામેલ
🔹 CID ક્રાઇમ દ્વારા 175 કરોડના શંકાસ્પદ વ્યવહારોના પુરાવા મળ્યા
🔹 મયુર દરજીના 2 દિવસના રિમાન્ડ મંજૂર, અન્ય માટે રિમાન્ડ ન માગતા સવાલો ઊઠ્યા
⚖️ કોણ કોણ ઝડપાયું?
CID ક્રાઇમે મયુર દરજી, વિશાલ ઝાલા, રાહુલ રાઠોડ, આશિક ભરથરી, સંજય પરમાર, અંકિતસિંહ અને રણવીરસિંહ ને પકડી પાડ્યા છે.
⚖️ મયુર દરજીના માત્ર 2 દિવસના રિમાન્ડ, અન્ય માટે કોઈ રિમાન્ડ નહીં?
CIDએ મયુર દરજીના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે માત્ર 2 દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા.
તેમજ, અન્ય 6 આરોપીઓ માટે CIDએ કોઈ રિમાન્ડ ન માગતા અનેક તર્ક-વિતર્ક ઊભા થયા છે.
CIDની આગળની તપાસમાં BZ ગ્રુપના કૌંભાડની હકીકત ખુલાસે આવશે અને આ સ્કેમમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ સામે કાર્યવાહી થઈ શકે છે. 🚔